મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી આધાર કાર્ડની કીટ આધારે ખાનગીમાં ગેરકાયદે કામ કરનાર દુકાનદાર-પોસ્ટમેનની ધરપકડ


SHARE











મોરબીમાં સરકારી આધાર કાર્ડની કીટ આધારે ખાનગીમાં ગેરકાયદે કામ કરનાર દુકાનદાર-પોસ્ટમેનની ધરપકડ

સરકાર દ્વારા આધાર કાર્ડને મહત્વનો સરકારી પુરાવો ગણવામાં આવી રહ્યો છે ત્યારે આધાર કાર્ડમાં કોઈપણ જાતના સુધારા, ફેરફાર કે પછી નવા આધાર કાર્ડ કઢાવવા હોય તો લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જો કે, ખાનગી જગ્યાઓમાં નીકળતા આધાર કાર્ડ માટે થઈને મોટી ફી વસૂલમાં આવતી હોય છે તેવું પણ ઘણીવાર સામે આવતું હોય છે તેવામાં મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટમાં આવેલ ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર ખાતે આધાર કાર્ડની જે કીટ મારફતે કામગીરી કરવામાં આવતી હતી તે પોસ્ટ વિભાગના કર્મચારીની કીટ હોવાનું સામે આવતા મોરબી પોસ્ટ માસ્તર દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે આ સેન્ટરના સંચાલક અને એક પોસ્ટ મેન આમ કુલ બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના રહેવાસી અને હાલમાં મોરબીના કુબેરનગર-3 માં  ભાડાના મકાનમાં રહેતા અને મોરબી પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા પરાગ હરસુખલાલ વસંત (37)મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક વિજયભાઈ સરડવા સામે ફરિયાદ ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેની મોરબીના શનાળા રોડે આવેલ સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના નામની દુકાન આવેલ છે જેમાં આધાર કાર્ડમાં સુધારા વધારા, ફેરફાર કે પછી નવા બનાવવાની કામગીરી કરવામાં આવતી અને તેના માટે થઈને જે કીટનો ઉપયોગ કરવામાં આવતો હતો તે મોરબી પોસ્ટ વિભાગના પોસ્ટમેન જયેશભાઈ ગોવિંદભાઈ સરવાની આઇડી નંબર 70035 વાળી કીટનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને વિજય સરડવાને આધાર કાર્ડની કામગીરી માટે અધિકૃત કરેલ ન હોવા છતાં પણ અન્યની આઈડી કીટનો આધારકાડના ડેટામાં સુધારા વધારા કરવા માટે તેમજ નવા બનાવવા માટે ઉપયોગ કરીને સરકારી દસ્તાવેજો બનાવી તથા તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવટી બાયોમેટ્રિક આધારે આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હતી જેથી કરીને પોલીસે B.N.S. કલમ- 319(1), 318 (2), 336 (2), 338, 340 (2), 204 તથા આધાર અધિનિયમ- 2016 ની કલમ 36, 38, 39 તથા આઇ.ટી. એકટ 66 (સી), 66 (ડી) મુજબ ગુનો નોંધીને આ ગુનામાં પીઆઇ હકુમતની જાડેજા અને તેની ટીમે આરોપી જયેશભાઈ ગોવિંદભાઈ સરડવા (41) રહે, ઉમિયા નગર ઘુનડા રોડ કેશવ પેલેસ 301 મોરબી અને વિજયભાઈ સરડવા ની ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News