મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે શનિવારે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે


SHARE







મોરબીના જલારામ મંદિરે શનિવારે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જલારામ મંદિર ખાતે આગામી તા 4 ના રોજ સ્વ.ઉજમબેન ગોકળભાઈ મારવાણીયાના પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. ત્યારે અત્યાર સુધી આ મંદિરે યોજાયેલ ૩૯ કેમ્પમા કુલ 11456 લોકોએ લાભ લીધો હતો તેમજ 5190 લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે.

રાજકોટની શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ, મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે કેમ્પ યોજાઇ છે તેવી જ રીતે આગામી તા 4 ને શનીવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન સ્વ.ઉજમબેન ગોકળભાઈ મારવાણીયા (હ.દીનેશભાઈ મારવાણીયા-રાજપર વાળા) પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.






Latest News