ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો 


SHARE











મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-રાજ્ય સરકાર, નિયામકશ્રી, આયુષની કચેરી-ગાંધીનગર અને જિલ્લા પંચાયત-મોરબીના માર્ગદર્શન અનુસાર આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો ઉમા હૉલ, રવાપર રોડ, મોરબી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘી અને અન્ય મહેમનોના હસ્તે આયુષ મેળાનું ઉદ્ઘાટન કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોનો ઉદ્દેશ્ય એ છે કે મહતમ નાગરિકો સુધી આયુર્વેદની મહિમા પહોંચે. આજકાલ લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગો ખૂબ વધી ગયા છે. ત્યારે આયુર્વેદ અને હોમીયોપેથી એ શ્રેષ્ઠ સારવાર પદ્ધતિ સાબિત થઈ છે, જેની કોઈ આડઅસર નથી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સૂત્ર યોગ ભગાવે રોગ જેને પગલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આરોગ્યની સુખાકારી માટે વિશ્વ ધ્યાન દિવસ અને વિશ્વ યોગ દિવસની તમામ રાષ્ટ્રોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતના આંગણે પણ આયુર્વેદિક ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે આયુર્વેદ અને હોમીયોપેથી પદ્ધતિ ઘરે ઘરે પહોંચે તે માટે મોરબી જિલ્લાના નાગરિકોનો સહિયારો પ્રયાસ જરૂરી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર આપણા નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી માટે સતત પ્રયત્નશીલ છે. આપણું રસોડું એ જ આપણું દવાખાનું બની શકે એમ છે. તેમાં અનેક ઔષધિ જેવું હળદળ, અજમો, ગરમ મસાલા ઉપલબ્ધ હોઈ છે. કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા આયુર્વેદ અધિકારી વેદ્ય ડો.પ્રવીણ વડાવીયાએ કરી હતી. આ તકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી સરોજબેન ડાંગરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભટ્ટ, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ સહિતના હાજર રહ્યા હતા 






Latest News