મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : ભૂમિ સુપોષણ એવમ સંરક્ષણ હેતુ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાન પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠીનું આયોજન


SHARE







મોરબી : ભૂમિ સુપોષણ એવમ સંરક્ષણ હેતુ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાન પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠીનું આયોજન

સમગ્ર જીવસૃષ્ટીને પોષણ ધરતીમાતા અને ધરતી માતાનું પોષણની જવાબદારી છે તેવા ધરતી પુત્રો દ્વારા દેશભરમાં વર્ષ પ્રતિપદા એટલે કે પૃથ્વીના ઉત્પતિ દિન ૧૩ એપ્રિલ ૨૦૨૧ ના દેશભરના લાખો ધરતીપુત્રોએ ભૂમિપૂજન કરી ઉપરોકત અભિયાનનો પ્રારંભ કરેલ હતો.દેવોત્થાન એકાદશી તા.૨૧ નવેમ્બર ૨૦૨૧ ના રોજ અભિયાનના સમાપન કાર્યક્રમના ભાગરૂપ પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોની સફળ ગાથાઓને મંચ મળે તેમજ ભારત દેશના મહાનુભાવોના શબ્દોથી આવા ધરતીપુત્રોને  પ્રોત્સાહન મળે તે હેતુથી તા.૨૧-૧૧ ને રવિવારના દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવૃતજીના સાનિધ્યમાં “પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠી”નું  આયોજન કરેલ છે.

જેમાં દેશભરના સંતો મહંતો, મહાનુભાવો, સામાજિક આગેવાનો, વૈજ્ઞાનિકો વિગેરે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા તેમજ તેમાં રસ ધરાવતા તમામ ખેડૂત મિત્રોએ તા.૨૧-૧૧ ને રવિવારે સમય ૯:૩૦ થી ૪ પીરાણા પીઠ નારોલ અમદાવાદ ખાતે યોજાશે.જયાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની ઉપયોગી પ્રદર્શની પણ ખેડુતોને જોવા મળશે. કાર્યક્રમમાં વ્યવસ્થા માટે નામ નોંધણી આવશ્યક છે માટે નામ નોંધાવવા મોબાઇલ નંબર ૯૯૨૫૧ ૭૪૬૯૯  ઉપર સંપર્ક કરવો તેમ ભૂમિ સુપોષણ એવમ સંરક્ષણ હેતુ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાન સંચાલન સમિતિ (અક્ષય કૃષિ પરિવાર) એ જાહેર આમંત્રણ પાઠવેલ છે.




Latest News