ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે હોટલની પાછળના ભાગમાં દારૂની 12 બોટલ-9 લિટર દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







વાંકાનેરની ઢુવા ચોકડી પાસે હોટલની પાછળના ભાગમાં દારૂની 12 બોટલ-9 લિટર દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે હોટલની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની બાર બોટલો તથા દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 1,800 રૂપિયાના દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપક કરેલ છે અને એક શખ્સનું નામ સામે આવતા પોલીસ તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઢુવા ચોકડી પાસે આવેલ ભવાની હોટલની પાછળના ભાગમાં રામ પ્લાઝા રાજ શક્તિ પાર્લરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની મોટી 12 બોટલો તથા નવ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને આરોપી યુવરાજસિંહ દિગ્વિજયસિંહ સરવૈયા (33) રહે. ભાયાતી જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં મહાવીરસિંહ ગનુભા ઝાલા રહે. ભાયાતિ જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હતું જેથી તે બંનેની સામે ગુનો નોંધી બાકીના આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

દેશી દારૂ

મોરબી તાલુકાના વીરપરડા ગામની સીમમાં આવેલ ઇટાલવા પ્લાયવુડ નામના કારખાના સામેથી પસાર થતી સ્વીફ્ટ કાર નંબર જીજે 36 એજે 5767 ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી 21 લીટર દેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 4200 ની કિંમતનો દારૂનો જથ્થો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતનો ગાડી આમ કુલ મળીને 3,04,200 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી અક્ષય વિનુભાઈ સોલંકી (27) રહે. મોડપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેને અશોક નરસીભાઈ દેવીપુજક રહે. મોડપર વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News