મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના શ્રદ્ધા પાર્કમાં ઘરમાંથી દારૂની નાની-મોટી 734 બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ


SHARE







મોરબીના શ્રદ્ધા પાર્કમાં ઘરમાંથી દારૂની નાની-મોટી 734 બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક શેરી નં-4 માં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી વ્હીસ્કીની 734 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,55,608 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક શેરી નં-4 માં રહેતા અંકિત રાઠોડના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી વ્હીસ્કીની બોટલો મળી આવતા પોલીસે 734 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,55,608 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. છે, જોકે એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકિત અરુણભાઈ રાઠોડ રહે. શ્રદ્ધા પાર્ક શેરી નં-4 નવલખી રોડ મોરબી વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. 

ચાર બોટલ દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટ પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની મોટી ચાર બોટલો સાથે એક શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 2784 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને કિશન દિલીપભાઈ કાનાબાર (26) રહે. જલારામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-20 રણછોડનગર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચલણી નોટ આધારે જુગાર

મોરબીના વીસીપરા વિસ્તારમાં રણછોડનગર પાસે શાંતિવન સ્કૂલ નજીક જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હતા ત્યારે ત્યાં પોલીસે રેડ કરી હતી એને ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સને પકડ્યા હતા જેમાં દેવરજ હરેશભાઈ ચાવડા (18) રહે. નવી પીપળી મોરબી તથા જાવેદ ઈકબાલભાઈ મોવર (19) રહે. રણછોડનગર પાસે શાંતિવન સ્કૂલ સામે મોરબી વાળાનો સમાવેશ થાય છે અને તેની પાસેથી પોલીસે 450 રૂપિયાની રોકડ કબજે કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News