મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના જેતપરડા નજીક વાળાના શેઢેથી બાવળ કાપવાની ના પાડતા યુવાન ઉપર કુહાડી-લાકડી વડે હુમલો


SHARE







વાંકાનેરના જેતપરડા નજીક વાળાના શેઢેથી બાવળ કાપવાની ના પાડતા યુવાન ઉપર કુહાડી-લાકડી વડે હુમલો

વાંકાનેર તાલુકાના જેતપરડા નજીક વાડાના શેઢેથી બાવળ કાપવાની યુવાને ના પાડી હતી જેથી કરીને ઉસકેરાય ગયેલા શખ્સે ગાળો આપીને પોતાના હાથમાં રહેલ કુહાડીનો ઊંધો ઘા યુવાનને માથાના ભાગે માર્યો હતો તેમજ અન્ય ત્રણ શખ્સે ગાળોને ઢીકાપાટુનો અને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર નજીક આવેલ જેતપરડા ગામે રહેતા મોતીભાઈ સતાભાઈ સરૈયા (46)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે શેરસીયા ઈરફાનભાઇ જલાલભાઈ, શેરસીયા જલાલ અમીભાઇ, શેરસીયા હાજીભાઈ અમીભાઈ અને શેરસીયા હુસેન અમીભાઈ રહે. બધા જેતપરડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે જેતપરડા ગામની સીમમાં મલ્ટી સ્ટોન સીરામીક કારખાનાથી આગળના ભાગમાં તેનો વાડો આવેલ છે અને તેના વાડાના સેઢા પાસે બાવળ કાપવાની તેણે ના પાડી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા ઈરફાન શેરસીયાએ ગાળો આપી હતી અને તેના હાથમાં રહેલ કુહાડાનો ઊંધો ઘા ફરિયાદી યુવાનને માથાના ભાગે માર્યો હતો તેમજ હુસેન શેરસીયાએ તેના હાથમાં રહેલ લાકડી વડે યુવાનને માર મારીને ઇજા કરી હતી અને શેરસીયા જલાલ તથા શેરસીયા હાજીએ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી નજીકના ત્રાજપર ગામમાં ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મુકેશ લાભુભાઈ આંત્રેસા (38), જીવરાજ નરસીભાઈ અદગામા (59) અને રોનક ઉર્ફે રામજી જયંતીભાઈ માજુસા (19) રહે બધા ત્રાજપર મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 620 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News