મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં યુવાનને ઘરની બાહર બોલાવીને ચાર શખ્સોએ કુહાડી-ઢીકાપાટુનો મારમાર્યો


SHARE









મોરબીમાં નજીવી વાતમાં યુવાનને ઘરની બાહર બોલાવીને ચાર શખ્સોએ કુહાડી-ઢીકાપાટુનો મારમાર્યો

મોરબી શહેરના વીસીપરામાં આવેલ ફૂલછા કોલોનીમાં રહેતા યુવાનો દીકરો તે વિસ્તારમાં રહેતા શખ્સ સાથે બોલતો ન હતો જે તેને સારું ન લાગતા તેણે યુવાનનો દીકરા તથા તેના મિત્ર સ્કૂટર લઈને જતા હતા ત્યારે ગાળો આપી હતી જેથી યુવાનના દીકરાએ ગાળો આપવાની ના પડી હતી જે આ શખ્સને સારું ન લાગતા તેને ઝપાઝપી કરીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ લોકોએ ત્યાં ફરિયાદીના દીકરા અને તેના મિત્રને સમજાવતા તેઓ ઘરે ચાલ્યા હતા હતા અને ત્યાર બાદ આરોપી સ્વિફ્ટ ગાડી લઈને અન્ય ત્રણ શખ્સોની સાથે ફરિયાદીના ઘરે આવ્યો હતો અને ત્યાં ફરિયાદીના દીકરાને ઘરની બહાર બોલાવીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ કુહાડી વડે પીઠના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં બિલાલી મસ્જિદ વાળી શેરીમાં રહેતા ઈરફાનભાઇ ઉર્ફે ઈભો ગનીભાઈ કાસમાણી (43)હાલમાં ફરહાન મયુદ્દીન મેમણ રહે. ફૂલછાબ કોલોની મોરબી,બ્બીર અનવર પીલુડિયા રહે. મદીના સોસાયટી મોરબી, હાજી ઈકબાલ પીલુડિયા રહે. ફૂલછાબ કોલોની મોરબી અને સોહિલ રસિકભાઈ સુમરા રહે. કુલીનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીનો દીકરો સમીર આરોપી સાથે બોલતો ન હતો જે તેને સારું નહીં લાગતા તેણે ફરિયાદીના દીકરા સમીર તથા તેની સાથે સ્કૂટરમાં જઈ રહેલ કાસમને બિલાલી મસ્જિદ પાસે આરોપી ફરહાન અને સબ્બીરે ગાળો આપી હતી ત્યારે ફરિયાદીના દીકરાએ ગાળો નહીં આપવા માટે કહ્યું હતું જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ફરિયાદીના દીકરા સાથે બોલાચાલી કરીને ઝપાઝપી અને ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી ત્યારે સ્થળ ઉપર હાજર અન્ય લોકોએ ઝઘડો નહીં કરવા માટે તેને સમજાવતા ફરિયાદીનો દીકરો અને તેનો મિત્ર ત્યાંથી જતા રહ્યા હતા ત્યારબાદ આરોપીઓ સ્વીફ્ટ ગાડી લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીના દીકરા સમીરને ઘરની બહાર બોલાવીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ કુહાડીનો એક ઘા ફરિયાદીના દીકરાને વાસાના ભાગે પીઠ ઉપર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્તના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News