ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક ટ્રક ટ્રેલરના ચાલકે ટ્રેક્ટરને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી ખંડિત: મહિલાનું મોત


SHARE







મોરબીના મકનસર નજીક ટ્રક ટ્રેલરના ચાલકે ટ્રેક્ટરને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી ખંડિત: મહિલાનું મોત

મોરબીના મકનસર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ટ્રેક્ટરને હડફેટે લીધું હતું જેથી અકસ્માતણો બનાવ બન્યો હતો તેમાં ટ્રેક્ટર ચાલક યુવાનને છાતીમાં ઇજા થઈ હતી જોકે ટ્રેક્ટરમાં તેની સાથે બેઠેલ તેના પત્નીને કમર તથા થાપાના ભાગે હાડકામાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને યુવાનની પત્ની પથારી વસ થઈ જતા તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર બાદ તેને રજા આપવામાં આવતા તેઓ વતનમાં ગયા હતા અને દરમિયાન તે મહિલાનું મોત નીપજતા અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના રજાયતા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પીપળી ગામે મારુતિ પાર્ક સોસાયટીમાં પાર્વતીબેન ખીમજીભાઈ સોલંકીના મકાનમાં ભાડેથી રહેતા દિલીપભાઈ રતિલાલભાઈ મુનિયા (28)ટ્રક ટેલર નંબર આરજે 19 જીજે 5828 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 27/10/2024 ના રોજ સવારના પોણા છ વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના મકરસર ગામ પાસે નિશાળની સામે વાંકાનેર હાઇવે રોડ ઉપર તેના હવાલા વાળા ટ્રેક્ટરને ટ્રક ટ્રેલરના ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને ટ્રેક્ટર ચલાવી રહેલા યુવાનને છાતીના ભાગે ઇજા થઈ હતી અને ટ્રેક્ટરમાં બેઠેલ તેની પત્ની ઉષા (31)ને કમર અને થાપાના ભાગે હાડકામાં ફેક્ટર જેવી ગંભીર ઇજા થઈ હતી. માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન ફરિયાદિના પત્ની પથારીવશ થઈ જતાં તેને હોસ્પિટલથી રજા આપવામાં આવ્યા બાદ તેઓ વાતમાં ગયા હતા અને ત્યાં ગત તા. 5/12 ના રોજ મહિલાનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ અત્યારે પોલીસે હાલમાં ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News