વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં બી ડિવિઝન પોલીસે શોધી કાઢેલા 13 મોબાઈલ ડીવાયએસપીના હસ્તે મૂળ માલિકોને પાછા અપાયા


SHARE











મોરબીમાં બી ડિવિઝન પોલીસે શોધી કાઢેલા 13 મોબાઈલ ડીવાયએસપીના હસ્તે મૂળ માલિકોને પાછા અપાયા

તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ હેઠળ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે જુદાજુદા 13 લોકોના ખોવાઈ ગયેલા મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકને તે પરત આપવામાં આવ્યા હતા અને આ તકે મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા ત્યાં હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જે 13 લોકોના મોબાઈલ ફોન ખોવાયેલ હતા તેને ટેક્નિકલ ટીમે સતત મોનીટરીંગ કરીને શોધી કાઢ્યા હતા અને આશરે 1.93 લાખની કિંમતના મોબાઈલ ફોન પાછા આપવામાં આવેલ છે. આ કામગીરીમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.વસાવા ની સૂચના મુજબ પીએસઆઈ બી.એ.ગઢવી તેમજ જગદીશભાઇ ડાંગર, પ્રદિપસિંહ ઝાલા, બ્રીજેશભાઇ બોરીચા, અજયસિંહ રાણા, દશરથસિંહ મસાણી, સંજયભાઇ લકુમ, રાજપાલસિંહ રામદેવસિંહ તથા પ્રિયંકાબેન પૈજા દ્વારા કરવામાં આવી હતી.






Latest News