ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

થર્ટી ફર્સ્ટ: મોરબી તાલુકા પોલીસે ઘુંટુ રોડેથી દારૂ-બિયરની ૪૦૮ બોટલ ભરેલ ટ્રક સાથે એકને પકડ્યો


SHARE







થર્ટી ફર્સ્ટ: મોરબી તાલુકા પોલીસે ઘુંટુ રોડેથી દારૂ-બિયરની ૪૦૮ બોટલ ભરેલ ટ્રક સાથે એકને પકડ્યો

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીને આધારે મોરબીના ઘુંટું રોડ ઉપર સિમ્પોલો સીરામીક નજીક વોચ ગોઠવવામાં આવી હતી.વહેલી સવારના ત્રણ વાગ્યાના અરસામાં પસાર થયેલ ટ્રકને અટકાવીને તેનું ચેકિંગ કરવામાં આવતા તેમાંથી દારૂ-બિયરની ૪૦૮ બોટલો મળી આવી હતી.જેથી કરીને હાલ દારૂ-બિયર તથા ટ્રક મળીને ૧૩,૨૪,૯૧૨ ની મતાનો જથ્થો હાલ જપ્ત કરવામાં આવેલો છે.સાથે એક ઇસમ મળી આવતા તેની સામે ફરિયાદ નોંધીને આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા કડકપણે જિલ્લામાં દારૂબંધીનો અમલ કરવામાં આવે તેવી સ્ટાફને સૂચના આપવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના પીઆઇ એન.આર.મકવાણા દ્વારા સ્ટાફને સૂચના આપવામાં આવી હતી.દરમિયાનમાં સ્ટાફના કેતનભાઇ અજાણા અને પૃથ્વીસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન નંબરનો એક ટ્રક દારૂનો જથ્થો લઈને આવી રહ્યો છે.તેથી બાતમી મુજબ ઘૂંટું રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક નજીક વોચ ગોઠવવામાં આવી હતી.ત્યારે તા.૧૩ ના વહેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં ઘુંટુ રોડ સિમ્પોલો સિરામિકના ક્વાટર પાસે આવેલ કાલીન્દ્રી નજીકથી પસાર થયેલ ટ્રક નંબર આરજે ૩ જીએ ૭૭૩૪ ને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાછળ ચેક કરવામાં આવતા સીરામીકને લગતા પાવડરની થેલીઓની આડમાં દારૂ-બિયરના બોક્ષનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.જેની ગણતરી કરવામાં આવતા ૩૩૬ બોટલ દારૂ તથા બિયરના ૭૨ ટીન મળી આવ્યા હતા.જેથી કરીને દારૂ-બિયરની ૪૦૮ બોટલો કિંમત રૂપિયા ૩,૨૪,૯૧૨ તથા રૂપિયા દસ લાખની કિંમતનો ટ્રક મળીને હાલમાં કુલ રૂા.૧૩,૨૪,૯૧૨ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને સ્થળ ઉપરથી મળી આવેલા નિયાઝ ખિસાજી કાંઠાત મુસ્લિમ (૨૩) રહે.મિંયાપુરીયા મોતીજીકી થાણી પોસ્ટ ચાંગ જી.પાલી રાજસ્થાન વાળો મળી આવ્યો હતો.જેથી કરીને તેને પકડીને તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ તે દારૂનો આ જથ્થો કોની સૂચનાથી અહીં પહોંચાડવા આવ્યો હતો..? અને અહીં કોને આપવાનો હતો..? તે સહિતની દિશામાં પોલીસ દ્વારા આગળના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.નોંધનીય છે કે આગામી દિવસોમાં ૩૧ ડિસેમ્બર આવી રહી હોય પ્યાસીઓને માલનો જથ્થો પહોંચાડવા માટે બુટલેગરો સક્રિય થયા છે.ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા પણ કમરકસીને દારૂના જથ્થા પકડવા માટે નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે નિત્યાનંદ સોસાયટીમાં રહેતો અંકિત અજયભાઈ ચૌહાણ નામનો ૩૦ વર્ષનો યુવાન વંદા મારવાના ચોકયુક્ત પાણી પી ગયો હતો.જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો. તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે અને આ બનાવની સ્ટાફના ડી.એમ.રાંકજા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબી વીસીપરામાં રહેતા અજય દિનેશભાઈ દેવીપુજક નામના ૨૩ વર્ષના યુવાને કોઈ કારણોસર દવા પી લીધી હતી.જેથી કરીને તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હાલ આ બનાવની સ્ટાફના બી.એ.ખાંભરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ બિલાલી મસ્જિદ પાસે રહેતો સોહીલ નુરઅલી કાજડિયા એકટીવા લઈને જતો હતો.ત્યારે શહેરના સામાકાંઠે માળીયા ફાટક નજીક તેનું એકટીવા સ્લીપ થતા ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News