ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ ની ધો. ૮ ની વિદ્યાર્થીનીઓ માટે પ્રકૃતિ શિબિર યોજાઇ


SHARE







મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ ની ધો. ૮ ની વિદ્યાર્થીનીઓ માટે પ્રકૃતિ શિબિર યોજાઇ

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 અન્વયે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી સરકાર દ્વારા અનેકવિધ પહેલ કરવામાં આવી રહી છે. પ્રી -વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બેગલેશ ડેના ભાગરૂપે પીએમશ્રી તાલુકા શાળા નં.૨, દરબારગઢ મોરબીની ધો. ૮ ની વિદ્યાર્થીનીઓ માટે નાયબ વનસંરક્ષક ચિરાગ અમીનના માર્ગદર્શન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર નરોડિયા (R.F.O) ની સૂચના મુજબ પ્રકૃતિ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. અને રામપરા રાઉન્ડ ફોરેસ્ટર જે.કે. ઝાલા તેમજ વનરક્ષક વી.જે.ગોહિલ તથા ટમારીયાભાઈ દ્વારા વિદ્યાર્થીઓને રામપરામાં ઉગતી જંગલની વિવિધ વનસ્પતિઓ, વિવિધ પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓની સમજ આપવામાં આવી હતી. વહેલી સવારે જંગલ ટ્રેઈલ કરાવી પ્રાણીઓના પંજાના નિશાનની સમજૂતી આપી હતી. અને રાત્રે કેમ્પ ફાયર કરીને વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ કૌશલ્ય નિહાળવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસની ઉજવણીમાં એક એક વૃક્ષ વાવવા પ્રેરણા આપવામાં આવી હતી અને પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા કટીબદ્ધ બનવા પ્રતિજ્ઞા લીધી હતી. શિબિરનું સુચારુ આયોજન પીએમશ્રી તાલુકા શાળા નં. ૨ ના શિક્ષક જાડેજા પ્રહલાદસિંહ અને જુણાચ નફિસાબેન સંભાળ્યું હતું.






Latest News