ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી સામે હવે વિકટીમ એસો.ના વકીલનો જવાબ રજૂ: 31/12 ની મુદત પડી


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી સામે હવે વિકટીમ એસો.ના વકીલનો જવાબ રજૂ: 31/12 ની મુદત પડી

મોરબીમાં ઝૂલતા પૂલ કેસમાં જે ફરિયાદ નોંધાયેલ છે અને ઓરોપીઓને પકડવામાં આવ્યા હતા તે આરોપીઓના વકીલ મારફતે કોર્ટમાં થોડા સમય પહેલા તેઓ તમામ નિર્દોષ હોવાની અરજી કરવામાં આવી હતી જેમાં સામે પહેલા સરકાર તરફથી જવાબ રજૂ કરવામા આવ્યો હતો અને મંગળવારે આ બાબતે વિકટીમ એસો.ના વકીલ દ્વારા જવાબ રજૂ કરવામાં આવેલ છે જેથી કરીને આ કેસમાં આગમી તા 31/12 ની મુદત પડી છે.

મોરબીમાં તા 30/10/2022 ના રોજ મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારે ત્યાં ઝૂલતા પુલ ઉપર હરવા ફરવા માટે થઈને આવેલા લોકોમાંથી મહિલાઓ, બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલા, યુવાનો અને યુવતીઓ સહિત કુલ મળીને 135 લોકોના મોત નીપજયાં હતા જે બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદના આધારે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના કુલ 10 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તેને જે તે સમયે જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને લાંબા સમય બાદ તેઓ જામીનમુક્ત થયા હતા આ કેસમાં અગાઉ ભોગ બનેલા પરિવારના વિકટીમ એસો. દ્વારા જે અરજીઓ કરવામાં આવી હતી તે તમામ અરજીઓને કોર્ટે રદ કરી હતી.

ત્યાર બાદ કોર્ટમાં કેસ ચાર્જ ફ્રેમ થાય તેવી શક્યતા હતી. જેથી સરકારી વકીલ દ્વારા સૂચિત તોહમતનામું કોર્ટમાં મૂકવામાં આવ્યું હતું ત્યારે આરોપીઓના વકીલ તરફથી જુદી જુદી પાંચ અરજીઓ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં તે તમામ સામે આઇપીસીની જે કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે તે કલમ હેઠળ તેઓની સામે ખરેખર કોઈ ગુનો બનતો નથી. જેથી તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવું કહેવામા આવ્યું હતું અને તેઓને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જેની સામે ગત તા 30/11 ના રોજ સરકાર તરફથી આરોપીના વકીલે ડિસ્ચાર્જ માટે જે અરજી કરવામાં આવેલ હતી તેનો જવાબ રજૂ કરી દેવામાં આવેલ હતો અને "તમામ આરોપીઓ સામે ચાર્જશીટમાં જે કલમ છે યોગ્ય છે" અને કેસ ગમે ત્યારે ચલાવવો હોય ત્યારે દલીલ કરવા માટે જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની તૈયાર છે તેવું કોર્ટમાં કહ્યું હતું.

જો કે, વિકટીમ એસો.ના વકીલે આરોપીના વકીલે કરેલ ડિસ્ચાર્જ અરજી સામે વાંધ રજૂ કરવા માટે અને જવાબ રજૂ કરવા કોર્ટમાં મુદત માંગી હતી જેથી કોર્ટે તા 10/12 ની મુદત આપી હતી અને આજે ઝૂલતા પુલ ઘટનાના પિડીતોના વકીલ એટ્લે કે વિકટીમ એસો.ના વકીલ તરફથી ડિસ્ચાર્જ અરજી સામે વાંધ સાથેનો જવાબ રજૂ કરવામાં આવ્યો છે જેમાં તેને જણાવ્યુ છે કે, આ ગુનામાં પકડવામાં આવેલા જયસુખભાઇ પટેલ સહિતના આરોપીઓની સામે નજરે જોઇ શકાય તેવા પુરાવા છે અને તેની સામે જે કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે તે મુજબ કેસ ચલાવવામાં આવે તેવો જવાબ રજુ કરવામાં આવેલ છે વધુમાં વિકટીમ એસો.ના વકીલે જણાવ્યુ હતું કે, ઝુલતા પુલ કેસમાં આગામી તા 31/12 ની મુદત પડી છે ત્યારે પહેલા ડીસ્ચાર્જ અરજી બાબતે કાર્યવાહી કરવામાં આવશે પછી આ કેસ કોર્ટમાં આગળ વધશે.






Latest News