ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરીબમાં યુવાન અને તેના ભાઈ તેમજ પિતાને ધમકી આપવાના ગુનામાં વધુ બે વ્યાજખોર પકડાયો: કુલ 6 ઝડપાયા


SHARE











મોરીબમાં યુવાન અને તેના ભાઈ તેમજ પિતાને ધમકી આપવાના ગુનામાં વધુ બે વ્યાજખોર પકડાયો: કુલ 6 ઝડપાયા

મોરબીમાં રહેતા આધેડને ધંધા માટે રૂપિયાની જરૂરી હતી જેથી વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ તે વ્યાજનાચક્રમાં ફસાયા હતા અને વ્યાજખોરો દ્વારા તે આધેડ અને તેના બે દીકરાને ધમકીઓ દેવામાં આવતી હતી જે ગુનામાં પહેલા ચાર આરોપીને પકડવામાં આવેલ છે અને હાલમાં આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવ્યા છે.

મોરબીમાં આવેલ ગૌરાંગ શેરી પારેખ શેરીમાં આવેલ પ્રતિભા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા ઉમંગભાઈ બિમલભાઇ મકવાણા (21)એ થોડા દિવસો પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડતુફેલ અલીભાઇ ગલરીયાઅનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજાહસનઅલી બ્લોચહીરાભાઇ દેવસીભાઇ રબારીજુબેર અલીભાઇ ગલરીયાભાવીક વિમલભાઇ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવેલ હતી કેતેના પિતાએ ધંધા માટે અને ત્યાર બાદ તેની માતાની સારવાર માટે જુદા જુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ વ્યાજખોરોના ચક્રમાંથી નીકળવા માટે ઉચાં વ્યાજે જુદાજુદા કુલ મળીને આઠ શખ્સો પાસેથી આધેડ અને તેના દીકરે વ્યાજેરૂપિયા લીધા હતા અને વ્યાજે રૂપિયા લીધેલ રૂપિયાની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ હતી તો પણ આધેડ અને તેના દીકરોને ચેક રિટર્ન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે ફરિયાદ આધારે પહેલા 6 આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ આ ગુનાની તપાસ કરી રહેલા પીએસઆઈ પી.આર. સોનારા અને તેના રાઇટર ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી તુફેલ અલીભાઇ ગલેરીયા (26) અને જુબેર અલીભાઇ ગલેરીયા (35) રહે. કુબેરનાથ શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News