ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ અપાઈ


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રોટરી ક્લબ ઓફ મોરબીના સહયોગથી CPR ટેકનીકની તાલીમ અપાઈ

હાલના સમયમાં અયોગ્ય અને અનિયમિત ખાનપાન અને જીવન શૈલીના લીધે યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળે છે ત્યારે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા દ્વારા આ દિશામાં વિધાર્થીઓમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી રોટરી કલબના સહયોગથી કોલેજના વિધાર્થીઓ માટે ખાસ CPR અંગેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. અને આકસ્મિક હાર્ટ એટેકના કિસ્સાઓમાં કઈરીતે અસરકારક  CPR તાલીમ દ્વારા માનવ જિંદગી બચાવી શકાય તે અંગે મોરબી સિવિલ હોસ્પીટલના નિષ્ણાંત તબીબો ડો.હર્ષિત શાહ, ડો.અક્ષય ટાંક તથા ડો.રાજેન્દ્ર લોરિયા ના માર્ગદર્શન હેઠળ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, તથા હોદેદારો બંસીબેન શેઠ, અશોકભાઈ મહેતા અને મનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને અંતમાં સંસ્થા વતી આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટે તમામનો આભાર વ્યક્ત કાર્યો હતો.






Latest News