મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની કુબેર ટોકીઝ પાસે ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધનું મોત


SHARE







મોરબીની કુબેર ટોકીઝ પાસે ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકીઝ પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને કાર ચાલકે અડફેટે લેતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના ભત્રીજાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કારચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળ ધાર વિસ્તારમાં રહેતા મુળ ગામના ચિખલી ગામના રહેવાસી હિતેશભાઈ રાજૂભાઈ મુધવા જાતે ભરવાડ (૨૩)એ હાલમાં સ્વિફ્ટ કાર નંબર જીજે ૩૬ એલ ૨૨૧૮ ના ચાલક મહેન્દ્રભાઈ કાવરની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના ભાઈજી વિહાભાઇ હરજીભાઈ મુંધવા (ઉંમર ૬૫) કુબેર ટોકીઝ પાસે મોરબી વાંકાનેર હાઇવે ઉપરથી ચાલતા ચાલતા રોડ ક્રોસ કરતા હતા ત્યારે કાર ચાલકે પોતાની કારથી તેઓના ભાઈજી વિહાભાઈને હડફેટે લેતા તેને માથા, મોઢા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેઓનું મોત નિપજયુ હતુ હાલમાં હિતેશભાઈ મુંધવાની ફરિયાદ લઈને પોલીસે કારચાલક મહેન્દ્રભાઈ કાવરની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News