મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના લીંબાળા ગામે યુવતીને તેને પૂર્વ પ્રેમીએ ગાળો આપીને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો


SHARE







વાંકાનેરના લીંબાળા ગામે યુવતીને તેને પૂર્વ પ્રેમીએ ગાળો આપીને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતી યુવતીને તેના પૂર્વ પ્રેમીએ કથાના જમણવાર દરમિયાન જાહેરમાં ગાળો આપી હતી જેથી તેને ગાળો આપવાની યુવતીએ ના પાડતાં તેનો પુર્વ પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને કમરે બાંધવાના પટ્ટા વડે યુવતીને માર માર્યો હતો જેથી કરીને નાના મોટી ઇજાઓ થવાના કારણે યુવતીએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતી અને મજૂરી કામ કરતી પાયલબેન રણછોડભાઈ સિહોરા જાતે કોળી (ઉંમર ૨૦)એ હાલમાં શંકરભાઈ મનજીભાઇ ઇન્દરપા રહે. લીબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય ત્યાર બાદ અન્ય જગ્યાએ તેની સગાઈ થઈ ગઈ હતી જેથી કરીને આરોપી અને ફરિયાદી એક જ ગામમાં રહેતા હોય કથાના જમણવાર પ્રસંગમાં ભેગા થયા હતા ત્યાં ફરિયાદી પાયલબેનને આરોપી શંકરભાઈએ જાહેરમાં ગાળો આપી હતી જેથી કરીને ગાળો બોલવાની યુવતીએ ના કહેતા ઉશ્કેરાયેલા શંકરભાઈએ કમરે બાંધવાના પટ્ટા વડે પાયલબેનને વાંસા, પગ, સાથળ અને કમરના ભાગે માર માર્યો હતો જેથી કરીને પાયલબેનને ઇજાઓ થવાના કારણે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાયલબેને ફરિયાદ નોંધાવતા પોલીસે શંકરભાઈ મનજીભાઇ ઇન્દરપાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News