મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આધાર કાર્ડ સેન્ટર ઉપર લોકો કચેરીના સમયે આવશે તો પણ કામ થઈ જશે: કલેકટર કે.બી.ઝવેરી


SHARE







મોરબી જીલ્લામાં આધાર કાર્ડ સેન્ટર ઉપર લોકો કચેરીના સમયે આવશે તો પણ કામ થઈ જશે: કલેકટર કે.બી.ઝવેરી

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડના કામ માટે લોકો હેરાન થઈ રહ્યા હતા તેવામાં આજે સવારે કલેક્ટર મોરબીના પ્રાંત અધિકારીને સાથે રાખીને આધાર કાર્ડ માટેના સેન્ટરે પહોચ્યા હતા અને ત્યાં લોકોને વહેલા આવવાની જરૂર નથી મોરબી શહેર અને જીલ્લામાં આધાર કાર્ડના કામ માટે હાલમાં જેટલી કીટ છે તેમાં વધારો કરવામાં આવેલ છે જેથી કરીને હવે લોકો કચેરીના સમયે આવશે તો પણ તેમના આધાર કાર્ડને લગતા કામ થઈ જશે તેવી કલેકટરે ખાતરી આપેલ છે.

સરકારની તમામ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજીયાત બનાવવામા આવેલ છે જેથી કરીને નવા આધાર કાર્ડ કઢાવવા માટે તેમજ જૂના આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા માટે મોરબી શહેર અને જીલ્લામાં લોકો વહેલી સવારથી લાઈનો લગાવે તો પણ આધાર કાર્ડના કામ પૂરા થતાં ન હતા જેથી કરીને લોકો હેરાન હતા અને મોરબી શહેર અને તાલુકા મામલતદાર ઓફિસ તેમજ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કુલ મળીને 10 જેટલી કીટ ચાલુ હતી તો પણ લોકોના આધાર કાર્ડના કામ ટલ્લે ચડે અથવા તો પૂરા ન થાય તેવું થતું હતું જેથી લોકોના આધાર કાર્ડની કામગીરી કરવા માટે ધરમધક્કા થતાં હતા.

અત્રે ઉલેખનીય છે કે, હાલમાં રેશન કાર્ડના ઓટીપી નંબર માટે, વિદ્યાર્થિનીએ સ્કોલરશીપના કેવાયસી માટે તેમજ અન્ય સરકારી કામ માટે લોકોને આધાર કાર્ડની જરૂર પડે છે અને જીલ્લામાં લોકો હેરાન થતાં હતા જેથી કરીને મોરબીના કલેકટર કે.બી.ઝવેરી મોરબીના પ્રાંત અધિકારી સુનિલ પરમારને સાથે રાખીને શહેરમાં જુદાજુદા સ્થળે ચાલી રહેલા આધાર કાર્ડ સેન્ટરની મુલાકત લેવા માટે પહોચાયા હતા ત્યાર બાદ પત્રકારોની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આધાર કાર્ડ સેન્ટર ઉપર એકી સાથે લોકો આધાર કાર્ડનું કામ કરાવવા માટે આવે એટ્લે થોડી ઘણી મુશ્કેલી ઊભી થાય તે સ્વાભાવિક છે જો કે, લોકોને હેરાન થવું ન પડે તે માટે મોરબી શહેર અને જીલ્લામાં આધાર કાર્ડની વધારાની કીટોનો ચાલુ કરવામાં આવશે અને અંદાજે 50 જેટલી કીટ ચાલુ થઈ જશે એટ્લે લોકો કચેરીના સમયે આધાર કાર્ડના કામ માટે આવશે તો પણ આધાર કાર્ડને લગતા તેઓના કામ પૂરા થઈ જશે. તેવી ખાતરી આપેલ છે.

મોરબી તાલુકા સેવા સદનમાં સફાઈ માટેની એજન્સી બદલવા કલેકટરે કર્યો આદેશ

મોરબીના લલબાગમાં આવેલ તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડનું સેન્ટર આવેલ છે ત્યાં લોકોની હાલકી વિષેની જાત નિરીક્ષણ કરવા માટે પહોચ્યા હતા ત્યારે મોરબી તાલુકા સેવા સદનમાં ચોમેર ગંદકી જોવા મળી હતી જેથી કરીને કલેકટરે તાત્કાલિક માર્ગ મકાન વિભાગના અધિકારીને સૂચના આપીને હાલમાં તાલુકા સેવા સદનમાં સફાઈ કામ કરતી એજન્સીને બદલવા માટેનો આદેશ કર્યો છે.






Latest News