મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે ટ્રેક્ટરમાથી નીચે પડેલ યુવાન રોટાવેટર મશીનમાં આવી જતાં મોત નીપજયું


SHARE







હળવદના સાપકડા ગામે ટ્રેક્ટરમાથી નીચે પડેલ યુવાન રોટાવેટર મશીનમાં આવી જતાં મોત નીપજયું

હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાંથી પસાર થતા ટ્રેક્ટરમાં પેટી ઉપર બેઠેલ વ્યક્તિનું ટ્રેકટરમાંથી નીચે પડી જવાના કારણે રોટાવેટર મશીનમાં પગ આવી જવાથી ગંભીર ઈજા થવાના કારણે મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેકટર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને ખેતીકામ કરતા મહિપતભાઈ કાનજીભાઇ મકવાણા જાતે સવારા (ઉંમર ૪૩)એ હાલમાં જીજે ૩૬ એફ ૮૪૭૫ ના ચાલક સંદીપભાઈ ચંદુભાઈ મકવાણાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીના ટ્રેક્ટરની અંદર બેસીને તેના ભાઈ રમણીકભાઈ કાનજીભાઇ મકવાણા આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર બેફિકરાઈથી ચલાવવામાં આવતા રમણીકભાઈ ટ્રેક્ટરની પાછળ પેટી પર બેઠેલા હોય ત્યાંથી નીચે પડ્યા હતા અને ટ્રેકટરની પાછળ લગાડવામાં આવે રોટાવેટર મશીનમાં તેનો પગ આવી જવાના કારણે ગંભીર ઇજા થવાથી રમણીકભાઈનું મોત નીપજ્યું હતું હાલમાં આ બનાવમાં મહિપતભાઈ મકવાણાની ફરિયાદ લઈને પોલીસે સંદીપ મકવાણાની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News