ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની બે બોટલ સાથે એક શખ્સ પકડ્યો: તાલુકામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા


SHARE







મોરબીમાં દારૂની બે બોટલ સાથે એક શખ્સ પકડ્યો: તાલુકામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા

મોરબીની પંચાસર ચોકડી પાસેથી બાઈકમાં જઈ રહેલા શખ્સને પોલિસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે દારૂ અને બાઇક સાથે તેની ધરપકડ કરી હતી અને બે શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની પંચાસર ચોકડી પાસેથી બાઈક નંબર જીજે 36 કે 0295 પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈક રોકીને બાઈક ઉપર જઈ રહેલા શખ્સને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા પચાસ હજાર રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને 50,600 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી તંજીર ઉર્ફે તનવીર યુનુસભાઈ ચાનીયા (19) હે. લાતી પ્લોટ શેરી નં-12 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂની બોટલ તેણે સાજીદ મહેબૂબભાઈ સુમરા રહે. પંચાસર રોડના નાકા પાસે જોન્સનગર શેરી નં-13 વાળા પાસેથી લીધી હોવાનું સામે આવતા બંને શખ્સો સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જુગાર રમતા પકડાયા

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં પોલો સિરામિક પાસે બાવળની જાળીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા અમિત ગગજીભાઈ ગોહેલ (46) રહે. વીસીપરા કૂલીનગર-1 મોરબી અને વિજય બાબુભાઈ કુરિયા (45) રહે રોટરી નગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 510 રૂપિયાની રોકડ સાથે આ બંને શખ્સની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અર્જુન રાજુભાઈ સોલંકી (22) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 770 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News