મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીને ઓડિશાથી ઝડપી પાડતી પોલીસ


SHARE







મોરબીના અપહરણ-પોક્સોના ગુનામાં આરોપીને ઓડિશાથી ઝડપી પાડતી પોલીસ

છેલ્લા નવ વર્ષથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઓડીશા રાજય ખાતેથી ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રીપાઠીની સૂચના અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ટીમ બનાવી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી જેથી કરીને મોરબી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016 માં નોંધાયેલ અપહરણ અને પોક્સોના ગુનામાં આરોપી નાસતો ફરતો હતો જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં આરોપી નામે પુર્ણચંદ્ર રામચંદ્ર નાયક (32) રહે બાલાસીયા (ઓડિશા) વાળાનુ ટેકનીકલ સોર્સીસના આધારે લોકેશન ઓડિશામાં હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આરોપીને પકડવા માટે બી ડિવિઝનની ટિમ ઓડીશા રાજ્ય પહોચી હતી અને રાજેશભાઇ ડાંગર, શૈલેષભાઇ હૈણ તુષારભાઇ કણઝરીયા તથા નંદાબેન ખાંભલાબાલેશ્વર જીલ્લા ખાતેથી આરોપીને પકડી લાવીને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇ એન.એ. વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

દારૂના ગુનામાં આરોપી પકડાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં દારૂના ગુનામાં દસ મહિનાથી નાસતા ફરતા આરોપી પ્રભુદયાલ રોચીરામ ગંગવાની (65) રહે. કૃષ્ણમંદિર રોડ જોધપુર રાજસ્થાન વાળાની મોરબીના નવલખી ફાટક પાસેથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપી દેવામાં આવેલ છે.






Latest News