મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ફ્લેટમાંથી 9.10 લાખના સોનાના દાગીનાની ચોરી


SHARE











મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ફ્લેટમાંથી 9.10 લાખના સોનાના દાગીનાની ચોરી

મોરબીના સનાળા રોડ પર આવેલ ભક્તિનગર સર્કલ પાસે રાજેશ પાર્કમાં જીવન જ્યોત હાઇટ્સના ફ્લેટને તસ્કરો નિશાન બનાવ્યું હતું અને વૃદ્ધના બંધ મકાનમાંથી અજાણ્ય શખ્સ દ્વારા સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 9.10 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા વૃધ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા રોડ  ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે રાજેશ પાર્ક જીવન જ્યોત હાઈટ્સ બ્લોક નંબર 502 માં રહેતા લક્ષ્મણભાઈ દેવકણભાઈ વડસોલા (65) એ હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે,  ગત તારીખ 20/11 ના રોજ સવારના 9:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી તેમનું ઘર બંધ હતું દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ફ્લેટના દરવાજાનો લોક ખોલીને ફ્લેટની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સેટીમાં રાખેલા સોનાના દાગીના જેમાં સોનાના બલોયા એક જોડી આઠ તોલા, પેન્ડલ બુટ્ટી માળાનો એક સેટ સવા ચાર તોલા તથા એક તોલા વજનનો સોનાનો ચેન આમ કુલ મળીને 9,10,000 ની કિંમતનો સોના દાગીનાનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા અને તેઓની ટીમ ચલાવી રહી છે






Latest News