મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ફળેશ્વર મંદિર ખાતે જલારામ જયંતિની કરાશે ઉજવણી


SHARE











વાંકાનેરનાં ફળેશ્વર મંદિર ખાતે જલારામ જયંતિની કરાશે ઉજવણી

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરનાં ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાની 222 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.

આગામી તા. 11 નાં રોજ જલારામ જયંતિ નિમિત્તે પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ફળેશ્વર મંદિર (મુની બાવાની જગ્યા) ખાતે શિવાલય ઉપરાંત રામચંદ્રજી તથા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા બિરાજમાન છે, જલારામ જયંતિ નિમિત્તે નિજ મંદિરમાં પુષ્પ શણગાર, પૂજ્ય જલારામ બાપાની મૂર્તિ પ્રતિમાની પૂજન અર્ચન વિધિ કરાશે જે પૂજનવિધિમાં બાબભાઈ લાખાણી (સમીર ટ્રેડર્સ) તથા ફળેશ્વર મંદિરનાં સંચાલક વિશાલ ભાઈ પટેલ બેસશે, પૂજનવિધિ બાદ મહાઆરતી થશે, જલારામ જયંતિનાં દિવસે જ મંદિરનાં પૂર્વ સંચાલક સ્વ.પટેલ બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે બપોરે ભૂદેવો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે 5 કલાકે બટુક ભોજન રાખેલ છે, રાત્રે 9:30 કલાકે ભક્તિ સંધ્યા કાર્યક્રમ યોજાશે, જેમાં શ્યામ ધૂન મંડળ દ્વારા કિર્તન, ધૂન ભજન, ભક્તિ ગીતો, ભક્તિ સંગીત રજૂ કરાશે, ભક્તિ સંધ્યા કાર્યક્રમમાં ભાવિકજનોને પધારવા ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News