મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ટીબડીં ગામ પાસેથી થયેલ સગીરાના અપહરણ કેસમાં આરોપીની ધરપકડ


SHARE











મોરબીના ટીબડીં ગામ પાસેથી થયેલ સગીરાના અપહરણ કેસમાં આરોપીની ધરપકડ

મોરબી નજીકના ટીંબડી ગામે આવેલ મૂળ અમદાવાદની સગીરાનું ત્રણેક દિવસ પહેલા અમદાવાદનો મોચી શખ્સ ધરપકડ કરી ગયો હોય ફરિયાદ નોંધાવા પામી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામ પાસે આવેલ મૂળ અમદાવાદની સગીર વયની યુવતીનું અમદાવાદનો મોચી યુવાન અપહરણ કરી ગયો હતો. જેની પોલીસે ધરપકડ કરેલ છે. તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સચિન ભીખુભાઈ ઝાલા જાતે મોચી (ઉમર ૨૦) નામનો અમદાવાદ ગોતા વિસ્તાર હા.બોર્ડ ક્વાર્ટર બ્લોક નંબર ૩૭ નો રહેવાસી યુવાન સગીરાનું અપહરણ કરી ગયો હતો જેથી કલમ ૩૬૩, ૩૬૬ (અપહરણ) અને પકસો એકટની કલમો હેઠળ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો. તેની તપાસ ચલાવી રહેલા મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણિયાએ અપહરણ-પોકસોના ગુનામાં સચિન ઝાલા જાતે મોચી નામના અમદાવાદના ઇસમની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

વૃદ્ધ દંપતી સારવારમાં

મોરબીના સામાકાંઠે વર્ધમાનનગરમાં રહેતા વસંતભાઈ કાંતિભાઈ વાઢેરા (૭૮) અને તેમના પત્ની સરોજબેન વસંતભાઈ વાઘેલા (૭૨) તેમની કારમાં કચ્છ તરફ ગયા હતા અને કચ્છથી પરત મોરબી આવતા હતા ત્યારે તેઓની કાર ચિત્રોડા ગામ નજીક પલ્ટી મારી ગઇ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત થયેલા વસંતભાઈ અને સરોજબેનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના સુસવાવ ગામે રહેતા વિજુબેન થોભણભાઇ રબારી નામના ૫૬ વર્ષીય આધેડ મહિલા મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં બાઈક ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા વિજુબેન રબારીને અત્રે આયુષ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.






Latest News