મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં તાણ આંચકી ઉપડયા બાદ યુવાનનું મોત


SHARE







મોરબીમાં તાણ આંચકી ઉપડયા બાદ યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર રંગપર ગામની પાસે આવેલ સિરામિક યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં મજુર યુવાનને તાણ-આંચકી ઉપડયા બાદ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ પાસેના વી-સેવન સીરામીક નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં સનાતનભાઈ માધવભાઈ લુહાર નામના ૪૦ વર્ષીય મજુર યુવાનને તાણ-આંચકી ઉપડી હતી જે દરમિયાન તેનું ગઇકાલ તા.૮ ના મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં મોત નિપજ્યુ હતું.જેથી બનાવ સંદર્ભે બીટ જમાદાર એ.એમ.ઝાપડિયાએ આગળની તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે રહેતા રાયધનભાઈ સવજીભાઈ રંગપરા નામનો યુવાન કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે થાનગઢના જ વર્ષાધાર વિસ્તારમાં રહેતો રામજીભાઈ રમેશભાઈ બાવળીયા નામના ૧૭ વર્ષીય યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને પણ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો. બંને બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે થાનગઢ પોલીસને જાણ કરી હતી.






Latest News