ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી


SHARE







મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રામદેવપીરના મંદિર સામે પાણીની લાઈન માટે ખાડો ખોદવા બાબતે બોલાચાલી, ઝઘડો અને માથાકૂટ થઈ હતી જેની ફરિયાદ આધારે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિત નવ સામે પોલીસે કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સાત હનુમાન સોસાયટીમાં રામદેવપીરના મંદિર સામે રહેતા સુનિલભાઈ ડુંગરભાઇ ચાવડા (24) એ હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે પાંચાભાઇ લક્ષ્મણભાઈ આદ્રોજા, ક્રિષ્નાબેન પાંચાભાઇ આદ્રોજા, દીપક લક્ષ્મણભાઈ આદ્રોજા, ભાનુબેન દીપકભાઈ આદ્રોજા, હસમુખભાઈ અને હીરાબેન હસમુખભાઈ રહે બધા સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પોતાના ઘર પાસે પાણીની લાઈન માટૈ ખાડો ખોદતા હતા ત્યારે તમામ આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને પથ્થરના છુટા ઘા કરીને ઇજા કરી હતી ત્યારે દીપક આદ્રોજા એ પાણીની લાઈન ખોદવાની ના પાડી હતી અને ફરિયાદીને જમણા પગ ઉપર પાવડાનો હાથો માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સાહેદ સંજયભાઈ ને માથામાં પથ્થરનો ઘા મારીને પાંચાભાઈએ લાકડાના ધોકા વડે શરીરે માર માર્યો હતો તથા પ્રેમીલાબેન અને શિલ્પાબેનને આરોપીઓએ વાળ પકડીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં જ્ઞાતિ પ્રત્યમનિત અપમાનીત કરીને તમને અહીં રહેવા નથી દેવા તેવું કહીને ધમકી આપી હતી જે ગુનામાં તપાસનીસ અધિકારી ડીવાયએસપી પી.એ.ઝાલા અને તેની ટીમે આરોપી પાંચાભાઇ ઉર્ફે પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ આદ્રોજા (35), ક્રિષ્નાબેન પાંચાભાઇ આદ્રોજા (30), દીપક લક્ષ્મણભાઈ આદ્રોજા (31), ભાનુબેન દીપકભાઈ આદ્રોજા (40), જગદીશ લક્ષ્મણભાઈ આદ્રોજા (45), રતીબેન પ્રવીણભાઇ આદ્રોજા (26), હસમુખભાઈ વેરસીભાઈ ચોવસિયા (45), હીરાબેન હસમુખભાઈ ચોવસિયા (39) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર રહે. બધા સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ મોરબી વાળાને પકડીને પોલીસે તેની સામે કાર્યવાહી કરેલ છે.






Latest News