ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા


SHARE







મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા લોખંડી પુરુષ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતિ નિમિતે દર વર્ષે રન ફોર યુનિટી, શપથ ગ્રહણ, સ્પોર્ટસ એક્ટિવિટી જેવા અનેક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે.જેના ભાગરૂપે આજરોજ તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં ભારતની એકતા અને અખંડિતતા જાળવવાના સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.ઉકત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, નાયબ કલેકટર દુદકીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, તમામ શાખાના જે- તે સંબંધિત અધિકારીગણ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. 

માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા

મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા દરેક વિશેષ દિવસોનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે.જેના ભાગરૂપે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક સુશ્રી પારૂલબેન આડેસરાની ઉપસ્થિતિમાં સર્વે કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા હતા.ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ આપણા ભારતની એકતા અને અખંડિતતા, એકતા અને વિશ્વશાંતિના સંદેશને મહત્તમ પ્રચાર પ્રસાર કરવા અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.જેમાં અત્રેની કચેરીના માહિતી મદદનીશ સુશ્રી જે.કે.મહેતા, માહિતી મદદનીશ બી.એન.જાડેજા, બી.વી.ફૂલતરીયા, પ્રવીણ સનાળીયા,  આનંદ ગઢવી, જય રાજપરા, જયેશ વ્યાસ, કિશોરપરી ગોસ્વામી અને  અજય મુછડીયા હાજર રહયા હતા






Latest News