મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબી શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજનાં અગ્રણી કાર્યકર જગદીશભાઈ બાંભણીયા તેમજ દિનેશભાઈ સાંથલીયા, અજયભાઈ વાઘાણીભરતભાઈ સારલા, કલ્પેશભાઈ ગણેશિયા, અવચરભાઈ દેગામાં, મુનાભાઈ રાણેવાડીયા તથા ફોટોગ્રાફર દિપક વાઘાણી વિગેરે સમાજના ભાઈઓએ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

આ પ્રસંગે મોરબીનાં જુનાં કાર્યકર્તા એવા દેવજીભાઈ નાગજીભાઈ ગણેશિયાનું સમગ્ર સમાજવતી શ્રી જ્ઞાતિ રત્ન એવોર્ડ પ્રમાણપત્ર ૨૩/૨૪ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી જ્ઞાતિ ગૌરવ પ્રમાણપત્ર ૨૩/૨૪ આપીને ધનજીભાઈ જી. સંખેશટિયા, ભાણજીભાઈ ડાભી, તુલસીભાઈ પાટડીયા, તથા જગદીશભાઈ બાંભણીયા અને સમગ્ર દાતાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સમાજના આગેવાનો પરસોત્તમભાઈ સાબરીયા, નિલેશભાઈ દેગામા, સુરેશભાઈ સીરોહરા ગોપાલભાઈ સાંતલપરાજયંતીભાઈ ઝીંઝુવાડીયા, ઘનશ્યામભાઈ ધામેચા વિગેરે તેમજ બહોળી સંખ્યામાં  સમાજના ભાઈઓ બહેનો  કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં તેમજ આર્થિક સાથ અને સહયોગ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સમાજનો દરેક બાળક શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી સમાજ અને પોતાનાં પરિવાર નું ગૌરવ બને એવા આશિષ આપેલ હતાં આ કાર્યક્રમના આયોજક અને સંયોજક જગદીશભાઈ બાંભણીયા અને દિનેશભાઈ સાંથલીયા તેમજ તેની ટિમ હતી.






Latest News