મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહાનુભાવોની પ્રતિમાને સાફ કરાઇ


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહાનુભાવોની પ્રતિમાને સાફ કરાઇ

દિવાળી નિમિતે વર્ષોથી આપણે ત્યાં દિવાળી કાઢવાની એટલે ઘર, ઓફિસ સહિતના દરેક સ્થળોએ સફાઈ કરવાની પરંપરા છે અને આખા વર્ષનો કચરો એક દિવસમાં કાઢીને સફાઈ કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં સર્વધર્મ સમભાવની સાથે દરેક પર્વની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપે પણ અનોખી રીતે "દિવાળી  કાઢી " હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે દેશ આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર અને રાષ્ટ્માં જીવન સમર્પિત કરનાર ક્રાંતિવિરો અને મહાનુભવોની પ્રતિમાની સાફ સફાઈ કરીને ચોખ્ખીચણાક કરી હતી. આ વિષે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપે તંત્ર પર આ જવાબદારી ઢોળવાને બદલે પોતાની મિલકત સમજીને જાગૃત નાગરિકની ફરજ નિભાવી છે અને શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, ડો.બાબા સાહેબ આંબેડકર સહિતના દેશ માટે મરી મીટવાની ભાવના ધરાવતા સાચા લોકનેતાઓની પ્રતિમાને સાફ સફાઈ કરી હતી.






Latest News