મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ભારે કરી, સગો બાપ દિકરાને બચકુ ભરવા દોડ્યો: વાંકાનેરના માટેલ ગામે બનેલો બનાવ


SHARE







ભારે કરી, સગો બાપ દિકરાને બચકુ ભરવા દોડ્યો: વાંકાનેરના માટેલ ગામે બનેલો બનાવ

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં એક દર્દીને હાથે પગે દોરડા બાંધીને લઈને આવ્યા હતા જેથી કરીને ડોક્ટર સહિતનાનો સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને ત્યારબાદ તેઓને જાણવા મળ્યું હતું કે જે દર્દીને લઈને સારવાર માટે આવ્યા છે તે દર્દીને હડકવા ઉપડ્યો છે જેથી તે યુવાનને તેના જ પરિવારજનો સહિતના ગ્રામજનો દ્વારા બાંધી દેવામાં આવેલ છે અને ત્યારબાદ ડોક્ટર દ્વારા આ દર્દીની જરૂરી સારવાર શરૂ કરવામાં આવી હતી

સામાન્ય રીતે કૂતરું બચકુ ભરે ત્યારબાદ જરૂરી ઇન્જેક્શન કે સારવાર લેવામાં આવે તો ત્યારબાદ હડકવા ઉપડવાની શક્યતાઓ નહીવત થઈ જતી હોય છે પરંતુ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે રહેતા નામના યુવાનને ત્રણેક દિવસ પહેલા હડકાયા કુતરાએ બચકું ભરી લીધુહતું અને ત્યારબાદ તેને  જરૂરી સારવાર લીધી ન હતી. જેથી કરીને ગઇકાલે રાત્રિના સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં તેઓને હડકવા ઉપડ્યો હતો અને ત્યારબાદ તે પોતાના જ ઘરની અંદર રહેલ તેના દીકરાને બચકું ભરવા માટે થઈને તેની પાછળ દોડ્યા હતા અને ત્યાર બાદ તે બાળક પોતાનો જીવ બચાવવા માટે થઈને ત્યાં રહેતા તેના કાકા પાસે ગયો હતો અને ત્યાં તેણે વાતની જાણ કરી હતી કે "તેના પિતા તેને બચકું ભરવા માટે આવી રહ્યા છે". જેથી કરીને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને જે તે સમયે આ યુવાને ત્યાં બે વ્યક્તિઓને બચકા ભરી લીધા હતા જેથી તેમના આડોશી પાડોશી તથા પરિવારજનો દ્વારા યુવાનના હાથ પગ દોરીથી બાંધી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે આ અંગેની નોંધ કરીને યુવાનની સારવાર શરૂ કરી હતી.






Latest News