ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં દિવાળી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં દિવાળી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબીની પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ  આદ્રોજા  અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટના દીર્ઘદ્રષ્ટા સંચાલન હેઠળ વિવિધ ઉત્સવોની રંગારંગ અને અર્થપૂર્ણ ઉજવણી દ્વારા વિધાર્થીઓના જીવન ઘડતર માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. અગામી દિવાળીના મહાપર્વ નિમિતે વિધાર્થીઓમાં સર્જનાત્મકતા ખીલવતી વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિવિધ સાંપ્રત થીમ જેવી કે,  POLLUTION,  GO GREEN , SOCIAL MEDIA રંગોળી સ્પર્ધા, દીવા ડેકોરેશન સ્પર્ધા, હેન્ડ ક્રાફ્ટ ગ્રીટિંગ કાર્ડ સ્પર્ધા તેમજ દિવાળી ફેક્ટ ફાઈલ વગેરે જેવી રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં  B.COM,  BBA, B.A. તથા M.COM  જેવી ફેકલ્ટીઓના વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધાઓના સફળ સંચાલન માટે કોલેજના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અને સ્પર્ધાઓના અંતે તમામ વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા અને કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તેમજ તમામ સ્ટાફે વિજેતા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News