ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીથી ટંકારા સુધીનો હાઇવે રીપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત


SHARE







મોરબીથી ટંકારા સુધીનો હાઇવે રીપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબીથી ટંકારા સુધીનો જે હાઇવે રોડ આવેલ છે તેમાં રીપેરીંગ કરવાની જરૂર છે જેથી કરીને ટંકારાના વિરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને હાઇવે રોડ રીપેર કરવા રજુઆત કરી છે.

હાલમાં હસમુખભાઈ ગઢવીએ જે રજુઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ સુધીનો નવો રોડ બનેલ છે તે રોડ ઉપર ખાડા પડી ગયેલ છે. અને ખાસ કરીને ટંકારા સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. જેને રીપેર કરવાની રજૂઆત કરવામાં આવે છે પણ કામ થતું નથી અને અવાર નવાર નાના મોટા અકસ્માત થાય છે. જેથી કરીને આ ખાડામાં પેવર બ્લોક નાંખી ખાડા બુરેલ છે. પરંતુ બાઇક સ્લીપ થવાનો ભય રહે છે જો માર્ગ-મકાન વિભાગ દ્વારા વહેલી તકે મરામત કે રીપેરીંગ ન હી કરવામાં આવે તો જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે અને તાજેતરમાં રાજય સરકારે ચોમાસામાં દર વર્ષે ધોવાણ થતાં ૨૦ રસ્તાને આરસીસી કરવા માટે નિર્ણય કરેલ છે તેમાં મોરબી-ટંકારા રોડને આરસીસી કરવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.






Latest News