ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં લોહાણા વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીમાં લોહાણા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં વૃદ્ધે લખેલ ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્ની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો જેમાં અગાઉ કુલ મળીને 12 આરોપીને પકડવામાં આવેલ હતા અને હાલમાં પોલીસે વધુ બે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ ચરાડવાના રહેવાથી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા જ્યોતિબેન હરેશભાઈ સાયતા (58)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા 15 વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેતેના પતિ હરેશભાઈ કાંતિભાઈ સાયતા (56)એ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જેની વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જે માનસિક ત્રાસથી  કંટાળીને તેના પતિ દ્વારા પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ હતો. ત્યાર બાદ મૃતકની ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ મળીને 12 જેટલા શખ્સોને પોલીસે દ્વારા પકડવામાં આવેલ છે અને હાલમાં આ ગુનામાં એ ડિવિઝનના પીઆઇ હુકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.આર. સોનારા તથા ડી-સ્ટાફના કિશોરભાઈ મિયાત્રા સહિતના સ્ટાફ દ્વારા આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે રાજભા હઠીસિંહ જાડેજા (55) રહે. અંકુર સોસાયટી શનાળા રોડ મોરબી અને કલ્પેશ જગદિશ કાથરાણી (39) રહે. જનકલ્યાણ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News