ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની ગૂંથી ઉકેલવા સીબીઆઇની ટીમ તપાસ શરૂ કરી


SHARE







મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની ગૂંથી ઉકેલવા સીબીઆઇની ટીમ તપાસ શરૂ કરી

મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં ૧૪ વર્ષના નિખિલની નિર્મમ હત્યા કરેલ હાલતમાં કોથળામાંથી લાશ મળી હતી. જે ગુનાની તપાસ હાઇકોર્ટ દ્વારા સીબીઆઇને સોપવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી કરીને સીબીઆઇની ટીમ સોમવારે આવી હતી અને મોરબી એસપી ઓફિસ ખાતે નિખિલ ધામેચાના માતા પિતાને બોલાવીને તેને નિવેદન લેવામાં આવ્યા હતા.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના ૧૪ વર્ષના દીકરા નિખિલની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તેની લાશ મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં મળી હતી જેની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધેયલ હતી. જેની પહેલા સ્થાનિક પોલીસ ત્યાર બાદ એલસીબી અને છેલ્લે સીઆઇડી દ્વારા તપાસ કરવામાં આવી હતી તો પણ હત્યા કેસનો ભેદ ઉકેલાયેલ ન હતો જેથી કરીને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી કરી હતી તેવામાં હાઇકોર્ટ દ્વાર સીઆઇડી પાસેથી આ કેસને સીબીઆઇને સોંપવાનો હુકમ કરવામાં આવેલ છે જેથી કરીને સીબીઆઈના ડીવાયએસપી સહિતના અધિકારીઓએ મોરબી આવ્યા હતા અને મોરબી એસપી ઓફિસ ખાતે નિખિલના માતા અને પિતાને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓના નિવેદન લેવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.






Latest News