ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ માટે શરદોત્સવનું ભવ્ય આયોજન


SHARE







મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ માટે શરદોત્સવનું ભવ્ય આયોજન

ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરિયા પ્રજાપતિ સમાજની શૈક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં લાભાર્થે તેમજ સમસ્ત વરિયા પ્રજાપતિ પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણી શકે તે માટે શરદ પૂનમની રાત્રિના ભવ્ય "શરદોત્સવ 2024"નું જાણીતી લાઈવ ઓરકેસ્ટ્રા સાથે આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન શરદ પૂનમની રાત્રિના તા. 16 ને બુધવારે રાત્રે 9.30 વાગ્યે રેમન્ડ પાર્ટી પ્લોટ, જિલ્લા સેવા સદનની પાછળ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. આ "શરદોત્સવ 2024"માં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોરબી ઉપરાંત થાન, વાંકાનેર, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા વરિયા પ્રજાપતિ સમાજના લોકો પરિવાર સાથે ભાગ લેવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

તેમજ "શરદોત્સવ 2024" ખેલૈયા માટે બેસ્ટ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 વર્ષની નીચે અને 15 વર્ષથી ઉપર બે કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવા આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ટ્રેડિશનલ ડ્રેસ પેહરીને આવવું ફરજિયાત છે. અને સ્થળ પર જ સ્પર્ધકે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ જ્ઞાતિજનો માટે દૂધ પૌવાની પ્રસાદી રાખવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન ફકત પ્રજાપતિ સમાજ માટે જ કરવામાં આવ્યું છે.






Latest News