મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે ફાયરિંગ કરીને બે નીલગાયનો શિકાર: ત્રણ શખ્સ પકડાયા


SHARE







મોરબીના શનાળા પાસે ફાયરિંગ કરીને બે નીલગાયનો શિકાર: ત્રણ શખ્સ પકડાયા

મોરબી જિલ્લામાં અબોલ જીવ ઉપર ફાયરિંગ કરીને શિકાર કરવામાં આવતો હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત જીલ્લાના જુદાજુદા વિસ્તારમાં સામે આવી ચૂકી છે તેવામાં મોરબી નજીકના સનાળા ગામની સીમમાં નીલગાય (રોજડા)ની સંખ્યા વધારે હોય માળિયા પંથકના ત્રણ શખ્સો દ્વારા રાત્રીના સમયગાળા દરમિયાન ફાયરીંગ કરીને બે નીલગાયનો જુદી જુદી જગ્યા ઉપર શિકાર કરવામાં આવ્યો હતો અને તેનું માસ લઈને તેઓ માળિયા તરફ જઈ રહ્યા હતા દરમિયાન ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા તેના વાહનને રોકીને ચેક કરવામાં આવ્યું હતું અને વાહનમાંથી માસનો જથ્થો મળી આવ્યો હતો જેથી ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ત્રણ શખ્સને પકડવામાં આવ્યા હતા અને ફાયરિંગ કરીને નીલગાયનો શિકાર બે જગ્યા ઉપર કરવામાં આવ્યો હોવાથી આ અંગેની જાણ પોલીસ વિભાગને ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના આરએફઓ એસ.બી. ભરવાડ, વનરક્ષક જે.એ. પીપરીયા અને એ.જે. મિયાત્રા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તા 12 રોજ વહેલી સવારના સમયે માળિયાના કાજેરડા નજીકથી ક્વાલીસ ગાડી પસાર થઈ રહી હતી ત્યારે ગાડીને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી માસનો જથ્થો મળી આવ્યો હતો જેથી ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા કવાલીસ ગાડીમાં બેઠેલા ત્રણને પકડવામાં આવ્યા હતા અને કવાલીસ ગાડીમાંથી જે માસનો જથ્થો મળી આવ્યો છે તેની તપાસ માટે વેટરનીટી ઓફિસરને જાણ કરવામાં આવી હતી અને તપાસના અંતે આ માસનો જથ્થો નીલ ગાયનો હોવાનું સામે આવ્યું હતું

જેથી ગાડીમાંથી પકડાયેલ ત્રણ શખ્સોની પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે મોરબી નજીકના સનાળા ગામ પાસે સીમ વિસ્તારમાં જુદી જુદી બે જગ્યા ઉપર નીલગાય ઉપર ફાયરિંગ કરીને તેનો શિકાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના માસના જથ્થાને લઈને તેઓ માળિયા તરફ જતા હતા જેથી ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા આ શખ્સોને સાથે રાખીને જે જગ્યા ઉપર શિકાર કરવામાં આવ્યો હોવાની તેમને કબૂલાત આપી હતી ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી નીલગાયના હાડપિંજર સહિતના અવશેષો મળી આવ્યા હતા જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા જલાઉદ્દીન હારુનભાઈ કાજેડીયા, તૈયુબ જલાઉદ્દીન કાજેડીયા અને સિકંદર સલીમ માણેક નામના કાજરડા ગામે રહેતા ત્રણ શખ્સને પકડવામાં આવ્યા હતા અને આ શખ્સો જામગરી બંદૂક માંથી ફાયરિંગ કરીને નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હતો જેથી કરીને ફોરેસ્ટ વિભાગ દ્વારા પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી છે






Latest News