મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબી સહિત છ જિલ્લામાં ૨૧૯ જગ્યાએ એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા નવરાત્રી દરમિયાન તલવાર વિતરણ કરાયુ


SHARE











મોરબી સહિત છ જિલ્લામાં ૨૧૯ જગ્યાએ એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા નવરાત્રી દરમિયાન તલવાર વિતરણ કરાયુ

મોરબી જિલ્લા સહિત છ જિલ્લાઓમાં નવરાત્રી દરમિયાન જુદી-જુદી ૨૧૯ જગ્યાઓએ "એકતા એ જ લક્ષ્ય સંગઠન" ના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.જેમાં સંસ્થા સાથે જોડાયેલા ૫૦  જેટલા કાર્યકર્તાઓ દ્વારા જુદા જુદા ગરબી મંડળોમાં જઈને ત્યાં માઁ ભવાનીના પ્રતીક સમાન તલવાર અર્પણ કરવામાં આવી હતી.દરમ્યાન ધર્મ જાગૃતિ, તહેવારોનું મહત્વ અને હિન્દુ એકતા વગેરે વિષયો ઉપર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને વક્તવ્ય આપવામાં આવ્યા હતા.

મોરબી સહિત છ જેટલા જિલ્લાઓમાં "એકતા એ જ લક્ષ્ય સંગઠન" ના ૫૦ જેટલા કાર્યકર્તાઓ જુદા જુદા સમયે નવરાત્રિ પંડાલોમાં નવરાત્રી દરમિયાન પહોંચ્યા હતા અને નવરાત્રી દરમિયાન માઁ ભવાનીના પ્રતીક સમાન તલવારો જુદી જુદી ૨૧૯ જેટલી જગ્યાઓએ અર્પણ કરવામાં આવી હતી.આ દરમિયાન ત્યાં હાજર લોકોની સાથે ધર્મ જાગૃતિ, તહેવારોનું મહત્વ, હિન્દુ એકતા જેવા વિષયો ઉપર વક્તવ્ય આપીને ચર્ચાઓ કરવામાં આવી હતી.હિન્દુ ભગીરથસિંહ રાઠોડ સહિતની તેઓની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.દશેરાના દિવસે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે પ્રભુકૃપા ટાઉનશિપમા પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યાં તલવાર અર્પણ કરવાની સાથે સાથે શસ્ત્ર પૂજનનો પણ કાર્યક્રમ કરવામાં હતો.છ જિલ્લાની ૨૧૯ જગ્યાએ તલાવર આપવામાં આવી ત્યાં ત્યાં પણ શસ્ત્ર પૂજન યોજાયું હતું.






Latest News