ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રજવાડી પોશાક, તલવાર અને સાફા સાથે મહારેલી-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં રજવાડી પોશાક, તલવાર અને સાફા સાથે મહારેલી-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દરવર્ષે દશેરાના દિવસે રેલી અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીમાં પરંપરાગત રેલી યોજાઇ હતી અને ત્યાર બાદ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ શનાળા શક્તિ માતાજીનાં મંદિરે યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે  વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે મહારેલી અનો શસ્ત્ર પુજનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો અને બપોરે ત્રણ વાગ્યે મોરબી સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે રેલીમાં રાજપૂત ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાયા હતા અને આ રેલીમાં ઘોડા પણ રાખવામાં આવ્યા હતા અને મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે આ રેલીને પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ ત્યાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા બહાર ગામ ધાર્મિક પ્રસંગમાં હોવાથી સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની આગેવાનીમાં મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી મહારેલી નીકળી હતી અને શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજાયો હતો






Latest News