ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા મીંયાણાના ખાખરેચી ગામે રસોઈ બનાવતા દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE







માળીયા મીંયાણાના ખાખરેચી ગામે રસોઈ બનાવતા દાજી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે થોડા દિવસો પહેલા રસોઈ બનાવતા સમયે મહિલા દાજી ગયા હતા.જેથી સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને અહીં સારવાર દરમિયાન અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે આજે વહેલી સવારે મહિલાનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી જિલ્લામાં આવેલા માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા દમયંતીબેન મગનભાઈ જસાપરા પટેલ નામના ૫૪ વર્ષીય મહિલા ગત તા.૨૨-૯ ના રોજ સવારે સાતેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે કોઈ કારણોસર દાઝી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.અહીં સારવાર દરમિયાન દમયંતીબેન જસાપરા નામના મહિલાનું આજરોજ તા.૧૨-૧૦ ના રોજ વહેલી સવારે ૫:૩૦ વાગ્યાના અરસામાં મોત થયેલ છે.જેથી હોસ્પિટલ ખાતેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક કાગળ તૈયાર કરીને આ બનાવની આગળની તપાસ માટે માળિયા મીંયાણા પોલીસને જાણ કરી હતી.

ઝેરી દવા પી જતા પરણીતા સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ઓટાળા ગામે રમેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના ઉષાબેન રાજેશભાઈ ભુરીયા નામની ૨૩ વર્ષીય મહિલા ગઈકાલે રમેશભાઈની વાડીએ ઝેરી દવા પી ગયા હતા.જેથી ઉષાબેનને સારવાર માટે અહિંની મંગલમ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે કચ્છના રાપર તાલુકાના રામવાવ ગામે રહેતા પાર્વતીબેન ભારૂભાઈ આહિર નામના ૨૫ વર્ષીય મહિલા પણ કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે દવા પી ગયા હોવાથી તેણીને પણ સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બંને બનાવો સંદર્ભે મોરબી એ ડવિઝન પોલીસ મથકના એમ.એચ. વાસાણીએ પ્રાથમિક તપાસ કરીને સંલગ્ન પોલીસ સ્ટેશનમાં આ બનાવો અંગેની જાણ કરી હતી.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના ડાયમંડનગર (આમરણ) ગામે રહેતા યસ દલપતભાઈ પરમાર નામના પાંચ વર્ષના બાળકને ઇજાઓ પહોંચતા તેને મોરબીની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસ સૂત્રના જણાવ્યા પ્રમાણે તે તેના ઘર નજીક સાયકલ લઈને રમતો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા ઇજા પામતા સારવાર માટે લવાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબી તાલુકાના જ ખાનપર ગામે તા.૧૦ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં બાઇક લઈને જતા સમયે બાઇક આડે અચાનક કૂતરું આડું ઉતરતા બાઇક પલ્ટી મારી જવાના બનેલ બનાવમાં રાકેશ ખૂમસિંગ (ઉંમર ૧૪) અને અખિલેશ પારવિયા (ઉમર ૮) નામના બે તરૂણોને ઇજા પહોંચતા બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News