મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

ચોરે ભારે કરી હો: વાંકાનેર નજીક કૂકડાં કેન્દ્રમાંથી 400 મણ ડુંગરીની ચોરી


SHARE







ચોરે ભારે કરી હો: વાંકાનેર નજીક કૂકડાં કેન્દ્રમાંથી 400 મણ ડુંગરીની ચોરી

વાંકાનેર નજીક આવેલ પંચાસર ગામની સીમમાં આવેલ કુકડા કેન્દ્રમાં યુવાને શિયાળુ પાકની ડુંગળીનો જથ્થો રાખેલ હતો જે 400 મણ ડુંગળીની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ લાખ રૂપિયાની કિંમતની ડુંગળીની ચોરીની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીકના પંચાસર ગામે સહકારી મંડળીની બાજુમાં રહેતા ઇમરાનભાઈ રસુલભાઈ ભોરણીયા જાતે મોમીન (35) નામના યુવાને અજાણ્યા શખ્સ ની સામે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તારીખ 4/10/24 ના સાંજના ચારેક વાગ્યાથી લઈને તા 5/10/24 ના બપોરના પોણા ત્રણેક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા પંચાસર ગામની સીમમાં આવેલ રફિકભાઈ શેરસીયાના કુકડા કેન્દ્રમાં રાખવામાં આવેલ તેઓની શિયાળુ પાકની 400 મણ ડુંગળી જેની કિંમત ત્રણ લાખ રૂપિયા થાય છે તે ડુંગળીની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાન દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.વી. ઘેલા ચલાવી રહ્યા છે






Latest News