ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

કાલે રવિવારે પણ રેશનકાર્ડ ધારકો મામલતદાર કચેરીએ e-Kyc કરાવી શકશે: અધિકારી


SHARE







કાલે રવિવારે પણ રેશનકાર્ડ ધારકો મામલતદાર કચેરીએ e-Kyc કરાવી શકશે: અધિકારી

મોરબી જિલ્લાવાસીઓ રેશનકાર્ડનું એ e-Kyc ઝડપી કરી શકે તે માટે આગામી રવિવાર તારીખ ૦૬/૧૦/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૦૦ થી બપોર ૦૨:૦૦ વાગ્યા સુધી મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરી ખાતે e-Kycની કામગીરી શરૂ રહેશે.

મોરબી જિલ્લામાં રેશનકાર્ડ ધારકોની e-Kyc માટેની કામગીરી ઝુંબેશ રૂપે કરવામાં આવી રહી છે. ત્યારે આગામી રવિવારે પણ રેશનકાર્ડની e-Kyc ની કામગીરી શરૂ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. e-Kyc કરવા માટે રેશનકાર્ડમાં જેટલા વ્યક્તિઓના નામ હોય તમામે રૂબરૂ આવવાનું રહેશે. ઉપરાંત રાશનકાર્ડ અને આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરાવેલ હોય તે પણ સાથે લાવવાનો રહેશે.જિલ્લાવાસીઓ સંબંધીત તાલુકાની મામલતદાર કચેરી જઈને સરળતાથી e-Kyc કરાવી શકે છે. ઘઉં ચોખા મેળવતા રેશનકાર્ડ ધારકો (NFSA અંતર્ગત આવરી લીધેલ) તથા ઘઉં ચોખા ન મેળવતા રેશનકાર્ડ ધારકો ( Non NFSA રેશનકાર્ડ ધારકો) એમ બંને પ્રકારના રેશનકાર્ડ ધારકોએ e-Kyc કરાવવું ફરજિયાત છે. રેશનકાર્ડ ધારક પોતાના મોબાઈલમાં ઘરે બેઠા My Ration એપની મદદથી પણ e-Kyc ની કામગીરી કરી શકશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની સંદીપ વર્માની યાદીમાં જણાવ્યું છે






Latest News