ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં વહેલી સવારે વીજ કંપનીની 11 ટીમો ત્રાટકી: 20 કનેક્શનમાં 4 લાખની વીજ ચોરી ઝડપાઇ


SHARE







મોરબી શહેર-તાલુકામાં વહેલી સવારે વીજ કંપનીની 11 ટીમો ત્રાટકી: 20 કનેક્શનમાં 4 લાખની વીજ ચોરી ઝડપાઇ

મોરબી શહેર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોની અંદર આજે સવારથી વીજ કંપનીની 11 જેટલી ટીમો દ્વારા રહેણાક વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં કુલ મળીને 20 જેટલા કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી જેથી કરીને ચાર લાખ જેટલો દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી વીજ કંપનીના અધિકારી દ્વારા હાથ કરવામાં આવી છે અને જુદા જુદા વિસ્તારમાં લંગરીયા નાખીને તેમજ મીટરને બાયપાસ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હોવાનું અધિકારી પાસેથી જાણવા મળે છે

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર વીજ ચોરીને ડામવા માટે થઈને અધિકારીઓ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ કરવામાં આવતું હોય છે અને લાખો રૂપિયાની વીજ ચોરી પકડવામાં આવે છે તેવી જ રીતે આજે સવારે સાત વાગ્યાથી મોરબીના વીસીપર વિસ્તાર, મદીના સોસાયટી, રોહીદાસ પરા તેમજ સામાકાંઠે આવેલ જનકપુરી સોસાયટી અને મોરબી ગ્રામ્ય વિસ્તારના લક્ષ્મીનગર અને સાદુળકા તેમજ આસપાસના વિસ્તારમાં રહેણાક મકાનોમાં વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કેટલાક ગ્રાહકો દ્વારા મીટરને બાયપાસ કરીને પાવરનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવું ધ્યાન ઉપર આવ્યું હતું તેમજ કેટલીક જગ્યાએ લંગરીયા નાખવામાં આવ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું જેથી કુલ મળીને 20 જેટલા કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હોય ચાર લાખ જેટલો દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી વીજ કંપનીના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં આવી જ રીતે વીજ ચેકિંગની કામગીરી અલગ અલગ વિસ્તારમાં હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.






Latest News