ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક હરીનગર સોસાયટીમાં ગેસ લીકેજથી લાગેલ આગમાં દાઝી ગયેલ ત્રણ વર્ષના બાળકનું સારવારમાં મોત


SHARE







મોરબી નજીક હરીનગર સોસાયટીમાં ગેસ લીકેજથી લાગેલ આગમાં દાઝી ગયેલ ત્રણ વર્ષના બાળકનું સારવારમાં મોત

મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ હરીનગર સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે ગેસ લીકેજ થયું હતું અને ગેસનો ચૂલો ચાલુ કરવા જતાની સાથે ઘરમાં આગ લાગી ગઈ હતી અને ત્યારે યુવાન તથા તેનો દીકરો દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ત્રણ વર્ષના બાળકનું મોત નીપજયું હતુ જે બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ હરીનગરમાં રહેતા ભાવેશભાઈ પરેશાના રહેણાંક મકાનમાં ગત તા. 26/ના સવારના 9:30 વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરના રસોડામાં હતા અને ત્યાં ગેસ લીકેજ થયેલ હોય ગેસનો ચૂલો ચાલુ કરતાની સાથે આગ લાગી હતી જેથી કરીને ભાવેશભાઈ અને તેમનો ત્રણ વર્ષનો દીકરો હર્ષ બંને દાજી ગયા હતા જેથી કરીને તેઓને દાઝી ગયેલ હાલતમાં સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે સવારે દસેક વાગ્યાના અરસામાં હર્ષ ભાવેશભાઈ પરેશાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળથી વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં
મોરબીના રફાળેશ્વર ગામે રહેતો મનોજ ગોરધનભાઈ વાઘેલા નામનો ૧૯ વર્ષનો યુવાન મોરબીના રવાપર-કેનાલ રોડે ઉમિયા પાર્ટી પ્લોટ નજીકથી બાઈક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં ત્યાં તેનું બાઈક તા.૪ ના વહેલી સવારે ચારેક વાગ્યે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઈજા પામેલ હાલતમાં મનોજ વાઘેલાને અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો.જે અંગે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઇ ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News