ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે ઘરમાં જ યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE







ટંકારાના બંગાવડી ગામે ઘરમાં જ યુવાને ન કરવાનું કરી નાખ્યું

ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા વિનોદભાઈ પીઠાભાઈ પડાયા (42)એ પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના નાના ભાઈ લાલજીભાઈ પીઠાભાઈ પડાયા (35) રહે. બંગાવડી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગેની આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા હોય તેની સાથે વાતા કરતાં મૃતક યુવાનને માનસિક તકલીફ હતી તેવું તેના ભાઈ પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

છરી લાગતા સારવારમાં
મોરબીના શનાળા રોડ ગોકુલ ટેલિકોમ નજીક ફુટપાથ ઉપર રહેતા અર્પિત સુરસિંગ ડામોર નામના ૧૮ વર્ષના યુવાન ઉપર સિવિલ હોસ્પિટલ ચોક નજીક અજાણ્યા ઇસમે હુમલો કર્યો હતો.જેમા સાથળના ભાગે છરી જીકે દેવાતા અર્પિત ડામોર નામના યુવાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના મચ્છુ ડેમ પાસે મોટરસાયકલ અને કાર વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં સંજય કરશનભાઈ ગામોટ (ઉમર ૨૨) રહે.મૂળ બનાસકાંઠા હાલ રહે.મોરબીને ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે ખસેડાયો હતો.


યુવાનનું મોત
મોરબીના મહેન્દ્રનગર ગામે એપાર્ટમેન્ટમાં લાદીનું કામ કરતા સમયે બેભાન થઈ જવાથી પપ્પુરામ રામકરણ વર્મા (ઉમર ૩૯) નામના યુવાનને તેના કુટુંબી મોતીલાલ દ્વારા સારવાર માટે સિવિલે ખસેડાવવામાં આવ્યો હતો.પરંતુ અહીં હોસ્પિટલ ખાતે તબિબ દ્વારા જોઈ તપાસીને પપ્પુરામ વર્માને મૃત જાહેર કરાયો હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ આ કેસની તપાસ કરી હતી.    






Latest News