સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે ઘરમાંથી દારૂની નાની મોટી 33 બોટલો-18 લિટર દેશી દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE











હળવદના જુના દેવળીયા ગામે ઘરમાંથી દારૂની નાની મોટી 33 બોટલો-18 લિટર દેશી દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની મોટી કુલ 33 બોટલો તથા 18 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી ઘરમાં હાજર ન હોય તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જુના દેવળીયા ગામે રહેતા સંતોષભાઈ કોળીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની 19 અને મોટી 14 આમ કુલ મળીને 33 બોટલો તથા 18 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 12,150 ની કિંમત નો દેશી વિદેશી દારૂનો જથ્થો ઘરમાંથી કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંતોષભાઈ રાજુભાઈ કોળી રહે. મોતીનગર જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બિયરના પાંચ ટીન

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં પ્રેમજીનગરના ગેટ પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના પાંચ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 500 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ ઉર્ફે ધૂળો વીરજીભાઈ રાતૈયા (27) રહે. મદારીવાસ મકનસર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News