ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી: મગફળી, મગ, અડદ અને સોયાબીનની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે


SHARE







મોરબી: મગફળી, મગ, અડદ અને સોયાબીનની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી થશે.

કેન્દ્ર  સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે  રૂ. ૬,૭૮૩( રૂ.૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ માટે  રૂ. ૮,૬૮૨( રૂ.૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે  રૂ. ૭,૪૦૦( રૂ.૧૪૮૦ પ્રતિ મણ) અને સોયાબીન રૂ. ૪,૮૯૨ ( રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ, તા.૧૧/૧૧/૨૦૨૪થી ૦૮/૦૨/૨૦૨૫ સુધી કરવામાં આવશે.

મોરબી જિલ્લામાં ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કર્યું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વીલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વીસીઈ) મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી કરી શકાશે તેવું મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News