ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગની ઘટનામાં હથિયાર આપનાર શખ્સની બે પિસ્તોલ અને પાંચ કાર્ટિસ સાથે ધરપકડ


SHARE











મોરબીમાં હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગની ઘટનામાં હથિયાર આપનાર શખ્સની બે પિસ્તોલ અને પાંચ કાર્ટિસ સાથે ધરપકડ

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામ પાસે આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં ઇજા પામેલ વ્યક્તિ તેમજ હથિયાર આપનારની સામે મોરબી એ ડિવિઝન  પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા હથિયાર આપનાર શખ્સ પાસેથી કુલ બે પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટિસ કબજે કરવામાં આવ્યા છે અને આરોપી તેમજ મુદામાલ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે તા. 27/9 ના રોજ રાત્રિના 8:30 થી 9:00 વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર શનાળા પાસે આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં હથિયાર ચેક કરતા સમયે ફાયરિંગ થયું હતું અને જેમાં મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નામના વ્યક્તિને સાથળના ભાગે ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હથિયાર આપનાર મોન્ટુ પલ્લભભાઈ રાવલ તથા ઇજા પામેલ મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા આ બંને શખ્સની સામે ગુનો નોંધાયો હતો અને તે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ હકીકત આધારે પોલીસે આ બનાવમાં વપરાયેલ પિસ્તોલ તથા અન્ય એક પિસ્તોલ આમ કુલ મળીને બે પિસ્તોલ તથા પાંચ જીવતા કાર્ટિસ મળી આવતા પોલીસે 20,000 રૂપિયાની કિંમતની બે પિસ્તોલ તથા 500 ના કાર્ટિસ આમ કુલ મળીને 20,500 નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લભભાઈ રાવલ (28) રહે. ભક્તિનગર સર્કલ અનામિકા પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપી તેમજ મુદામાલ મોરબી એ ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવેલ છે જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને તેની ટીમે આરોપી પાસેથી ગેરકાયદે હથિયાર કયાંથી આવેલ છે અને તેની પાસે હથિયાર કેમ રાખતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.






Latest News