ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર, મકનસર અને લખધીરપુર રોડ ઉપર દારૂની ત્રણ રેડ: 149 બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા


SHARE











મોરબીના રંગપર, મકનસર અને લખધીરપુર રોડ ઉપર દારૂની ત્રણ રેડ: 149 બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા

મોરબી તાલુકાના રંગપર, મકનસર અને લખધીરપુર રોડ ઉપર જુદી જુદી દારૂની ત્રણ રેડ કરવામાં આવી હતી તેમાં દારૂની નાની મોટી 149 બોટલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને હાલમાં સ્થાનિક પોલીસમાં દારૂની ગુના નોંધીને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં દેવરાજ કોમ્પલેક્ષની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી 108 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 49,680 ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મેરૂભાઈ ભરતભાઈ કરકટા જાતે રબારી (22) રહે સનાળા શક્તિ પ્લોટ સાઈબાબાના મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો? તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

આવી જ રીતે મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં આવેલ તુલસી પેટ્રોલ પંપની પાછળના ભાગમાં દારૂ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 39 બોટલો મળી આવતા પોલીસે 4,620 ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રૂસ્તમભાઈ ઉર્ફે યાસીનભાઈ યુનુસભાઇ ખલીફા જાતે વાણંદ મુસ્લીમ (26) રહે મકનસર ગામની સીમ તુલસી પેટ્રોલ પંપ ની પાછળ મોરબી મૂળ રહે રાણેકપર તાલુકો વાંકાનેર વાળા ની ધરપકડ કરી હતી અને તેને દારૂનો જથ્થો આપનાર શખ્સનું નામ પણ તેની પાસેથી સામે આવ્યું હોય પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને દારૂ આપનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

તો મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પલ્સર સીરામીક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે 680 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હિતેશ ઉર્ફે વિપુલ ટકો રાજુભાઈ મુંધવા જાતે ભરવાડ (27) રહે કુબેર ટોકીઝ પાછળ મફતિયા પરા શોભેસ્વર રોડ મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News