મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હોવાનુ ખૂલ્યું


SHARE







મોરબીના વાવડી રોડ ઉપરથી ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હોવાનુ ખૂલ્યું

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્કમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતી જેથી યુવતીની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી તેવામાં યુવતીએ પોલીસ સ્ટેશને આવીને તેને પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું નિવેદન આપેલ છે જેની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

 

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રવિ પાર્ક શેરી નંબર-૨ માં રહેતા ગીતાબેન સુરેશભાઈ ભલસોડ (૪૫) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા તેમની દીકરી ઉષાબેન ગુમ થયેલ હોય ગુમસુધા ફરિયાદ આપી હતી.જેમાં જણાવ્યુ હતું કે, ગત તા.૧૭-૯ ના બપોરના બે વાગ્યાના અરસામાં તેઓની દીકરી ઉષાબેન સુરેશભાઈ ભલસોડ (૨૧) ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતી.જેથી ગુમ થયેલ યુવતીની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ અંગેની આગળની તપાસ એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા હતા.તેવામાં યુવતીએ પોલીસ સ્ટેશને આવીને નિવેદન આપ્યું હતું કે, તેણીને છેલ્લા બે વર્ષથી રાજકોટ તાલુકાનાં વિંછિયા ગામના રહેવાસી હિરલભાઈ જયંતિભાઈ સોરઠિયા નામના યુવક સાથે પ્રેમ સબંધ હોય અમરેલીના મૂંજીયાસર ગામે પ્રેમ લગ્ન કરીને તેઓ સુરત ચાલ્યા ગયા હતા.જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

વાંકાનેર મારામારી

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ નજીક ગ્રેસટોન સિરામિક નામના યુનિટમાં રહી મજૂરી કામ કરતા બાલુભાઈ દેવશીભાઈ વર્મા (૨૦) નામના યુવાનને સરતાનપર નજીક આવેલ બાબા રામદેવ હોટલ પાસે અજાણ્યા ઈશમે ધોકા વડે માર મારતા સારવાર માટે અત્રેની સિવિલ લાવવામાં આવ્યો હતો.મારામારીનો બીજો બનાવ રાતાવિરડા ગામે ટોરીનો સિરામિક નામના યુનિટ પાસે બન્યો હતો.જેમાં અશોક કૈલાશભાઈ વર્મા નામના ૨૮ વર્ષના યુવાનને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં યુનિટ ખાતે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલએ લવાયો હતો.

બાળક સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારનો રોહિત દિલીપભાઈ નામનો નવ મહિનાનો બાળક ઘરે રમતો હતો.ત્યારે રમતા રમતા માથાના વાગે ટેબલ લાગી જતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબી તાલુકાના જીકીયારી ગામે રહેતા વિજયાબેન ચંદુભાઈ બસાતરીયા નામના ૪૯ વર્ષના મહિલા તેઓના ઘર પાસે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લવાયા હતા અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી





Latest News