મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

રાજકોટ જેલમાં ફર્લો ઉપર છૂટેલ ફરાર આરોપી હળવદમાંથી ઝડપાયો


SHARE







રાજકોટ જેલમાં ફર્લો ઉપર છૂટેલ ફરાર આરોપી હળવદમાંથી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં આરોપી પકડાયેલ હતો અને તેને સજા થયેલ હોવાથી તે રાજકોટ જેલમાં હતો અને અને આ પાકા કામના કેદીએ જેલમાંથી ફર્લો ઉપર છૂટયા બાદ તે જેલમાં હાજર થયેલ ન હતો જેથી ફરાર થયેલા આરોપીને ત્રણ માસ બાદ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે હળવદ ખાતેથી પકડીને રાજકોટ જેલ હવેલ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વર્ષ 2018મા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકસો, દુષ્કર્મનો ગુનો નોંધાયેલ હતો જે કેસમાં આરોપીને સજા કરવામાં આવી છે જેથી કરીને પાકા કામના કેદી સંજયભાઈ રાધુભાઈ રાણેવાડીયા (24) ને રાજકોટ સેન્ટ્રલ જેલ મૂકવામાં આવેલ હતો કેદીએ તા 28/6/24 થી 13/7/24 સુધી ફર્લો રજા મેળવી હતી અને જેલમાંથી ફર્લો ઉપર છૂટ્યા બાદ આરોપી જેલમાં હાજર થયેલ ન હતો. જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપી સંજયભાઈ રાણેવાડીયા હળવદના ભવાનીનગર લાંબી ડેરી ઢોરે હોવાની બાતમી આધારે ત્યાંથી તેને પકડ્યો હતો અને ત્યાર બાદ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે

મારામારીમાં ઇજા
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ઝાલાભાઇ ચંદુભાઈ રાઠોડ (૪૮) નામના વ્યક્તિને મોડી સાંજના સમયે વિશાલભાઈ રાજુભાઈ નામના વ્યક્તિએ માર મારતા ઈજા પામેલા હાથમાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News